BSNLના ગ્રાહકો માટે દિવાળી ગિફ્ટ, હવે 399નો પ્લાન માત્ર 100 રૂપિયામાં

New Update
BSNLના ગ્રાહકો માટે દિવાળી ગિફ્ટ, હવે 399નો પ્લાન માત્ર 100 રૂપિયામાં

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે એકથી વધુ ઓફરો આપી રહી છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર સામે છે ત્યારે બીએસએનએલ (BSNL) ના યૂઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ તેના નવા યૂઝર્સ માટે મેગા ઓફર શરુ કરી છે. જેમાં રિચાર્જ કરાવવા પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે.

BSNLની આ ઓફર માત્ર નવા યૂઝર્સો માટે છે. આ ઓફરનો લાભ લેવા માટે પહેલાં બીએસએનએલનું નવું સિમ મેળવવું જરૂરી છે. ત્યારબાદ, જો તમે IOCL/HPCLના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહક છો, તો તેના પર મળનારા લાભ પર એક કૂપન આપવામાં આવશે. જેનો ઉપયોગ આ ઓફરનો લાભ લેવા માટે કરી શકાશે.

ઓગસ્ટ મહિનામાં બીએસએનએલએ તેના ગ્રાહકોને રૂપિયા 399 નો પ્લાન રજૂ કર્યો હતો. તેમાં હવે માત્ર 100 રૂપિયા જ ચૂકવવા પડશે. એટલે જો તમે રૂ. 399 નું રિચાર્જ કરો છો, તો તમારે માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે.

રુપિયા 399ના પ્લાનમાં 74 દિવસ સુધી દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા અને દરરોજ 100 મસેજ મળશે. આ ઉપરાંત, તમે આપ્લાનમાં કોઈપણ નંબર પર અનલિમીટેડ કૉલ્સ કરી શકશો. આ પ્લાનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમે રોમિંગમાં કૉલ કરવાનો લાભ લઈ શકો છો. કંપની તરફથી શરૂ કરાયેલી મેગા ઓફર્સનો લાભ માત્ર સાત રાજ્યના યૂઝર્સ (ઉત્તરપ્રદેશ પૂર્વ અને પશ્ચિમ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરને જ લાભ મળશે.

Latest Stories