Connect Gujarat
બિઝનેસ

22 દિવસ બાદ ફરી પેટ્રોલના ભાવમાં થયો વધારો; ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે પણ થયો વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ સતત ચોથા દિવસે વધારો કરવામાં આવ્યો છે

22 દિવસ બાદ ફરી પેટ્રોલના ભાવમાં થયો વધારો; ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે પણ થયો વધારો
X

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ સતત ચોથા દિવસે વધારો કરવામાં આવ્યો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ડીઝલ આજે 25 પૈસા મોંઘુ થયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 21 પૈસા મોંઘુ થયું છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના જણાવ્યા અનુસાર, આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટરમાં વેચવામાં આવી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત (28 સપ્ટેમ્બર 2021)

દિલ્હી પેટ્રોલ 101.39 રૂપિયા અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈ પેટ્રોલ રૂ. 107.47 અને ડીઝલ રૂ. 97.21 પ્રતિ લિટર

ચેન્નાઈ પેટ્રોલ 99.15 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર

કોલકાતા પેટ્રોલ 101.87 રૂપિયા અને ડીઝલ 92.67 રૂપિયા પ્રતિ લીટર

Next Story