Connect Gujarat
બિઝનેસ

ગઇકાલના હાહાકાર બાદ આજે શેર બજાર તેજીમાં

વૈશ્વિક બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારોમાં સારી રિકવરી જોવા મળી રહી છે.

ગઇકાલના હાહાકાર બાદ આજે શેર બજાર તેજીમાં
X

વૈશ્વિક બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારોમાં સારી રિકવરી જોવા મળી રહી છે. ગઈકાલે હાહાકાર મચાવ્યાં બાદ આજે રોકાણકારોને હાશકારો થયો છે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 260.36 પોઈન્ટના વધારા સાથે 59026.95 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 78.50 ના વધારા સાથે 17621.30 ના સ્તરે ખુલ્યો.

આજે શેરબજાર ખૂલતાં નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, આઈટીસી, ટાઈટન કંપની, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઈન્ટ્સ ના શેર હાલ જોવા મળી રહ્યા છે. તો નિફ્ટીમાં ટોપ લૂઝર્સ માં શ્રી સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, હીરો મોટરકોર્પ, હિન્દાલ્કો ના શેર જોવા મળ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી શેર હાલ જોવા મળી રહ્યા છે.

Next Story