Connect Gujarat
બિઝનેસ

અમુલની ફ્રેંચાઇઝી લઈ બનો માલામાલ, વાંચો કેટલો મળે છે નફો

અમુલની ફ્રેંચાઇઝી લઈ બનો માલામાલ, વાંચો કેટલો મળે છે નફો
X

અમૂલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. જેના દ્વારા તમે ઓછા રોકાણ થકી સારી કમાણી કરી શકો છો. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી એ ફાયદાનો સોદો છે. જેમાં નુકસાન થવાની સંભાવના નહિવત છે. તમને જણાવી દઈએ કે અમૂલ કોઈપણ રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વિના ફ્રેન્ચાઇઝી શેર કરે છે. તેમજ અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ વધુ નથી.

તમે 2 લાખથી લઈને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને પોતાનો કારોબાર શરુ કરી શકો છો. વ્યવસાય શરુ કર્યાના થોડા જ સમયમાં તમે સારો નફો કમાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, ફ્રેન્ચાઇઝી દ્વારા તમે દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. જોકે, આ બાબત તમારા વ્યવસાયના સ્થળ પર પણ નિર્ભર કરે છે. અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરે છે. જેમાં પ્રથમ છે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિયોસ્ક ફ્રેન્ચાઇઝી અને બીજી છે અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી.

જો તમે પ્રથમ પ્રકારની ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જો તમે બીજા પ્રકારની ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યા છો, તેમાં તમારે 5 લાખનું રોકાણ કરવાનું રહેશે. જેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 25થી 50 હજાર રૂપિયા આપવા પડશે. અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સની મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MRP પર કમિશન આપે છે. જેમાં એક દૂધના પાઉચ પર 2.5 ટકા, દૂધની પ્રોડક્ટ્સ પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળે છે.

અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસીપી આધારિત આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. જ્યારે કંપની પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ્સ પર 10 ટકા કમિશન આપે છે. જો તમે અમૂલ આઉટલેટ લો છો, તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જ્યારે અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 300 ચો. ફૂટ જગ્યા હોવી જરૂરી છે.

Next Story