Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં ભારે તેજી,રોકાણકારોને લખલૂટ ફાયદો

અમેરિકન બજારમાં નબળાઈનો સિલસિલો થંભી ગયો. યુએસ માર્કેટમાં તેજીની સાથે જ એશિયન બજારોમાં પણ ટ્રેડિંગમાં તેજી જોવા મળી રહી

શેરબજારમાં ભારે તેજી,રોકાણકારોને લખલૂટ ફાયદો
X

અમેરિકન બજારમાં નબળાઈનો સિલસિલો થંભી ગયો. યુએસ માર્કેટમાં તેજીની સાથે જ એશિયન બજારોમાં પણ ટ્રેડિંગમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારો પણ તેમાંથી બાકાત નથી. ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ 346 અંક ચડીને 59,374.99 ના સ્તરે ખુલ્યો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 29 શેર તેજીમાં અને સન ફાર્મા માં ઘટાડો જોવા મળ્યો. સવારે બજારની સ્થિતિ જોઈએ તો નિફ્ટી 138.60 પોઈન્ટના વધારા સાથે 17763.00ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે સેન્સેક્સ 515.83 પોઈન્ટની તેજી સાથે 59544.74ના સ્તરે જોવા મળે છે. નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બીપીસીએલ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એમ&એમ, એશિયન ઈન્ટ્સ ના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, એમ&એમ, એશિયન પેઈન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ શેર હાલ જોવા મળે છે.તો ટોપ લૂઝર્સનિફ્ટી ટોપ લૂઝર્સ માં એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, સિપ્લા, કોઈલ ઈન્ડિયા, હિન્દાલ્કો, TATA Cons. Prod ના શેર જોવા મળી રહ્યા છે.

Next Story