Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં સારા સંકેત સાથે તેજી,વાંચો આજે શેરના કેવા છે ચઢાવ ઉતાર !

લેટેસ્ટ અપડેટ મુજબ સવારે નિફ્ટીમાં 40.20ના વધારા સાથે 16561 પર કારોબાર થઈ રહ્યો છે.

શેરબજારમાં સારા સંકેત સાથે તેજી,વાંચો આજે શેરના કેવા છે ચઢાવ ઉતાર !
X

વૈશ્વિક બજાર માંથી મળેલી મિક્સ સંકેતોને પગલે ગુરુવારે શેર બજાર લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ગગડ્યા.30 અંક વાળો સેન્સેક્સ ગગડીને 55,391.93 અંક પર ખુલ્યો. જ્યારે 50 અંક વાળો નિફ્ટી મામૂલી તેજી સાથે 16,523.55 પર ખુલ્યો છે.જો કે ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ સવારે નિફ્ટીમાં 40.20ના વધારા સાથે 16561 પર કારોબાર થઈ રહ્યો છે.

જ્યારે સેન્સેક્સમાં 137.89 પોઈન્ટના વધારા સાથે 55535.42 પોઈન્ટ પર પહોંચ્યો છે. બીજી બાજુ વૈશ્વિક બજારોમાંથી મિક્સ સંકેતો મળ્યા છે જેની અસર ભારતીય બજારો પર પડી છે. અમેરિકન બજાર પર નજર ફેરવીએ તો ડાઉ જોન્સ 300 અંક ના દાયરામાં કારોબાર બાદ 50 અંક ચડીને બંધ થયો. નાસ્ડેક ની વાત કરીએ તો તે 1.6 ટકા વધીને બંધ થયો. સારા પરિણામોથી નેટફ્લિક્સ માં 7 ટકાનો વધારો જોવા મળ્યો. બુધવારે FIIs એ કેસમાં 1781 કરોડની ખરીદી કરી.

જ્યારે DIIs એ કેસમાં 230 કરોડ રૂપિયાની વેચાવલી કરી. ગઈકાલે આખો દિવસ શેર બજાર ગુલઝાર જોવા મળ્યું હતું અને બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં જ કારોબાર થતો રહ્યો.

Next Story