Connect Gujarat
બિઝનેસ

શેર બજારમાં આજે "બુલ" રન, સેન્સેક્સ 60 હજારને પાર...

ભારતીય શેર બજારમાં આજે પણ બુલ રન યથાવત રહી છે, અને સેન્સેક્સ 5 એપ્રિલ બાદ પહેલીવાર 60 હજારને પાર ગયો છે.

શેર બજારમાં આજે બુલ રન, સેન્સેક્સ 60 હજારને પાર...
X

ભારતીય શેર બજારમાં આજે પણ બુલ રન યથાવત રહી છે, અને સેન્સેક્સ 5 એપ્રિલ બાદ પહેલીવાર 60 હજારને પાર ગયો છે. છેલ્લા 1 મહીનામાં સેન્સેક્સ 5500 અંક એટલે કે લગભગ 12 ટકા જેટલો ચડ્યો. બજારના છેલ્લા 22 સેશનમાંથી 18 સેશનમાં તેજી જોવા મળી છે. તો નિફ્ટી પણ 6 એપ્રિલ બાદ પહેલીવાર 17900ના સ્તરને પાર કરવાની તૈયારીમાં છે.

આજે વિશ્વના ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. જેમાં એશિયામાં નિક્કેઈની મજબૂત શરૂઆત થઈ છે. ગઈકાલે અમેરિકામાં ડોઉ જોન્સ સતત પાંચમા દિવસે લીલા નિશાનમાં બંધ થયો હતો. જોકે, યુએસ ફ્યુચર્સમાં એકદમ સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. મંગળવારે અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ તેજી સાથે, જ્યારે નાસ્ડેક ઘટીને બંધ થયો હતો. ડાઉ જોન્સમાં 239 અને S&Pમાં 8 અંકોની તેજી જોવા મળી હતી. S&P 500માં 88 ટકા શેર 50 DMAથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. NASDAQ 25 અંક ઘટીને બંધ થયો હતો. જોકે, તેની પાછળનું કારણ ટેકનોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલી હતી. આ વચ્ચે વોલમાર્ટ અને હોમ ડીપો સારા પરિણામ આપે છે. એશિયાઈ માર્કેટમાં કારોબાર મિશ્ર જોવા મળી રહ્યો છે. SGX Nifty 28 અંક ઉપર દેખાઈ રહી છે. તો લગભગ 0.80 ટકાના વધારા સાથે 29099 આસપાસ દેખાઈ રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.44 ટકાની તેજી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર પણ 0.20 ટકાના વધારા સાથે 15450.13ના સ્તરે કારોબાર કરી રહ્યું હતું.

Next Story