Connect Gujarat
બિઝનેસ

સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ; પેટ્રોલના ભાવ સ્થિર, જાણો આજના રેટ્સ

સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યાં ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે

સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ; પેટ્રોલના ભાવ સ્થિર, જાણો આજના રેટ્સ
X

સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યાં ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલની કિંમતમાં કાપ બાદ દિલ્હીએ હવે તેની કિંમત 89.27 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે, જ્યારે પેટ્રોલની કિંમત છેલ્લા 34 દિવસથી યથાવત છે. દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે.

છેલ્લા ત્રણ દિવસમાં ડીઝલ 60 પૈસા સસ્તું થયું છે. અગાઉ ગુરુવાર અને બુધવારે પણ ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે તેના ગ્રાહકોને થોડી રાહત મળતી જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મંદી છે. કિંમતોમાં તીવ્ર ઘટાડાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર મહિનાના સૌથી નીચલા સપાટીએ પહોંચી ગયા છે.

દિલ્હીમાં પેટ્રોલ 101.84 પૈસા પ્રતિ લીટર પર વેચાય છે, જ્યારે ડીઝલના ભાવ 89.27 રૂપિયા પ્રતિ લીટર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 107.83 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે શુક્રવારે 20 પૈસાના ઘટાડા બાદ ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. કોલકાતામાં ડીઝલ 102.08 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Next Story