દેશના આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા થયુ મોંઘું

કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

New Update
પેટ્રોલ અને ડીઝલ
કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 'કર્ણાટક સેલ્સ ટેક્સ' (KST)માં સુધારા પછી થયો છે.
રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર KST 25.92% થી વધારી 29.84% અને ડીઝલ પર 14.3% થી વધારીને 18.4% કરવામાં આવ્યો છે. આ વધારા બાદ બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 85.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
Latest Stories