પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ વધારો, સામાન્ય વર્ગ પર આર્થિક ભારણ વધ્યું

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત રવિવારે પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોવના ભાવમાં દર લિટરે 25 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

New Update

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત રવિવારે પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોવના ભાવમાં દર લિટરે 25 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં લિટર દીઠ 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, સતત ત્રીજા દિવસે પણ ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય વર્ગના લોકો પર આર્થિક ભારણ વધ્યું છે.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઑઇલ કંપનીઓ પોતાની રીતે નિર્ણય લઈ રહી છે. હાલ ભારત ક્રૂડ ઑઇલ માટે પ્રતિ બેરલ 76.71 ડૉલર ચૂકવે છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાના કારણે ગત 24 સપ્ટેમ્બરથી ઑઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. આ સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102.39 રૂપિયા પ્રતિ લિટર સાથે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ 108.43 રૂપિયા થઈ ગયો હતો. દિલ્હીમાં ડીઝલનો ભાવ લિટરે 90.77 રૂપિયે તથા મુંબઈમાં 98.48 રૂપિયા થયો હતો. જોકે, ઑઇલ કંપનીઓએ દાવો કર્યો હતો કે, આ ભાવ વધારો સંપૂર્ણપણે ગ્રાહકો પર લાદવામાં આવશે નહીં. ઉપરાંત યુકેની જેમ ભારતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાય તેવી કોઈ શક્યતા નથી.