Connect Gujarat
બિઝનેસ

શેરબજારની શરૂઆત ઘટાડા સાથે, સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લાલ નિશાન પર

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી.

શેરબજારની શરૂઆત ઘટાડા સાથે, સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ લાલ નિશાન પર
X

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાન પર થઈ હતી.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટીને 57,756 ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 39 પોઈન્ટ ઘટીને 17275 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યો હતો.

બજાર ખુલતાની સાથે જ લગભગ 734 શેર વધ્યા હતા, જ્યારે 1128 શેર ઘટ્યા હતા અને 74 શેર યથાવત રહ્યા હતા. નિફ્ટીમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, સિપ્લા, નેસ્લે અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર હતા, જ્યારે કોલ ઈન્ડિયા, એનટીપીસી, યુપીએલ, ટાટા સ્ટીલ અને આઈઓસીનો ફાયદો થયો હતો. નોંધનીય છે કે ગુરુવારે શેરબજારની શરૂઆત છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે થઈ હતી, પરંતુ દિવસના અસ્થિર કારોબાર બાદ અંતે તે ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યાં BSE સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાડા સાથે 57,892 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ 18 પોઈન્ટ ઘટીને 17,305 પર બંધ થયો હતો.

Next Story
Share it