Connect Gujarat
બિઝનેસ

સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા, LICમાં તેજી

વૈશ્વિક બજાર માંથી મળી રહેલા મિક્સ સંકેત વચ્ચે આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો.

સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા, LICમાં તેજી
X

વૈશ્વિક બજાર માંથી મળી રહેલા મિક્સ સંકેત વચ્ચે આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. 4 જુલાઈના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ 56.26 અંક એટલે કે 0.11 ટકા ગગડીને 52,851.67 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 41.55 અંક એટલે કે 0.26 ટકા ગગડીને 15,710.50 અંક પર ખુલ્યો.

જો કે બજાર ખુલ્યા બાદ થોડીવારમાં જ શેર બજારમાં ઉતાર ચઢાવ નો દોર શરૂ થઈ ગયો અને સેન્સેક્સમાં 44 અંકનો ઉછાળો પણ જોવા મળ્યો. પરંતુ હજુ પણ સેન્સેક્સ અને નિફ્ટી લીલા અને લાલ નિશાન વચ્ચે જ ટ્રેડ કરી રહ્યા છે. આજના કારોબારમાં પ્રમુખ એશિયન બજારમાં મિક્સ્ડ રિએક્શન છે. ત્યારે શુક્રવારે અમેરિકી બજારમાં ખરીદી જોવા મળી હતી. જો કે વર્ષના પહેલા ત્રિમાસિક ની વાત કરીએ તો S&P 500 નું પ્રદર્શન 10 વર્ષમાં સૌથી નબળું જોવા મળ્યું. વીકલી બેસિસ પર ત્રણેય ઈન્ડેક્સ Dow, S&P 500 અને Nasdaq 1.3 ટકા, 2.2 ટકા નબળા થયા. તો બીજીબાજુ આજના કારોબારમાં આઈટી અને મેટલ શેર્સમાં વેચાવલી જોવા મળી રહી છે. આજે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા અને આઈટી ઈન્ડેક્સ અડધો ટકા નબળો જોવા મળ્યો છે. જ્યારે ઓટો ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે. હેવીવેઈટ શેરોમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 30ના 18 શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

Next Story