Connect Gujarat
બિઝનેસ

રેકોર્ડ હાઇ પર શેરબજાર, વાંચો કયા કયા શેરના ભાવ વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે રેકોર્ડ હાઇ પર ખૂલ્યાં છે. સેન્સેક્સ રેકોર્ડ 54,911.95 અને નિફ્ટી 16,385.70 પર ખૂલ્યો.

રેકોર્ડ હાઇ પર શેરબજાર, વાંચો કયા કયા શેરના ભાવ વધ્યા
X

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે રેકોર્ડ હાઇ પર ખૂલ્યાં છે. સેન્સેક્સ રેકોર્ડ 54,911.95 અને નિફ્ટી 16,385.70 પર ખૂલ્યો. હાલ સવારે 10.21 કલાકે સેન્સેક્સ 231 અંક વધી 55,081 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 73 અંક વધી 16,348 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, TCS, ITC, લાર્સન, HDFC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ઓટો 1.53 ટકા વધી 3823.90 પર કારોબાર કરી રહ્યો છે. TCS 1.30 ટકા વધી 3397.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, ભારત એરટેલ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 0.84 ટકા ઘટી 4673.10 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.76 ટકા ઘટી 1376.55 પર કારોબાર કરી રહ્યો છે. એની સાથે જ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.51 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી છે. આ પહેલાં અમેરિકાનું શેરબજાર પણ વધારા સાથે બંધ થયું હતું. ડાઉજોન્સ 0.04 ટકા વધી 35,490.99 પર બંધ થયું હતું. નેસ્ડેક 0.35 ટકાની નબળાઈ સાથે 14816 અને S&P 500 0.30 ટકાના વધારા સાથે 4660 પર બંધ થયું હતું

Next Story