Connect Gujarat
બિઝનેસ

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ,જાણો શું છે આજની સ્થિતિ

વૈશ્વિક ગ્લોબલ માર્કેટ માંથી મળતા મિક્સ સંકેતોને પગલે આજે ભારતીય સેર બજારમાં ઉતાર ચડાવ ના સંકેત મળી રહ્યા છે.

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ,જાણો શું છે આજની સ્થિતિ
X

વૈશ્વિક ગ્લોબલ માર્કેટ માંથી મળતા મિક્સ સંકેતોને પગલે આજે ભારતીય સેર બજારમાં ઉતાર ચડાવ ના સંકેત મળી રહ્યા છે. આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.

સપ્તાહના [રથં દિવસે કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંક વાળો સેન્સેક્સ 174.69 અંક એટલે કે 0.31 ટકા ઘટીને 55,897.54 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંક વાળો નિફ્ટી પણ 45.75 અંક એટલે કે 0.27 ટકા ઘટીને 16,673.70 સ્તરે ખુલ્યો હતો ઘરેલુ શેરબજારમાં આજે વૈશ્વિક બજાર માંથી મળતા સંકેત જોવા મળી રહ્યા છે. આજે ટ્રેડિંગમાં પ્રમુખ એશિયન બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. SGX Nifty માં 0.37 ટકા ઘટાડો જચે. જ્યારે નિક્કેઈમાં 225માં 0.78 ટકા નબળાઈ જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.66 ટકા તેજી છે. જ્યારે હેંગસેંગમાં 0.70 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાન વેટેડમાં 0.30 ટકા નબળાઈ છે. જ્યારે કોસ્પીમાં 0.17 ટકા તેજી છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 0.45 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

Next Story