Connect Gujarat
બિઝનેસ

શેરબજારમાં મંદી: ખુલતાની સાથે જ સેન્સેક્સ 280 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ લાલ નિશાન પર

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટ્લે કે આજે શેરબજારની શરૂઆત સુસ્તી સાથે થઈ હતી.

શેરબજારમાં મંદી: ખુલતાની સાથે જ સેન્સેક્સ 280 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી પણ લાલ નિશાન પર
X

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટ્લે કે આજે શેરબજારની શરૂઆત સુસ્તી સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ઇન્ડેક્સ લાલ નિશાન પર ખુલ્યો છે .

જ્યારે સેન્સેક્સે 287 પોઈન્ટના ઘટાડા સાથે 60,467 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ ઘટીને 18,029 પર ખુલ્યો હતો. નોંધનીય છે કે મંગળવારે શેરબજાર છેલ્લા ટ્રેડિંગ દિવસે વધારા સાથે ખુલ્યું હતું અને અંતે એક દિવસના ટ્રેડિંગ પછી લાલ નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 554 પોઈન્ટ ઘટીને 60,755 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 195 પોઈન્ટના ઘટાડા બાદ 18,200ની નીચે ગયો હતો અને અંતે 18,113ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ મારુતિ સુઝુકી અને M&Mના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સના શેરમાં 3.34 ટકા અને બજાજ ફિનસર્વનો શેર એક ટકાથી વધુ વધ્યો હતો. ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ અને ટાઇટનના શેરો સેન્સેક્સમાં ઘટાડાને મર્યાદિત કરીને લાભમાં સમાપ્ત થયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો મંગળવારે મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા, તેમણે રૂ. 1,254.95 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ શેરબજારના ડેટા અનુસાર.

Next Story