Connect Gujarat
બિઝનેસ

કારોબારના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ

કારોબારના પ્રથમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ
X

ભારતીય શેરબજારમાં આજે અઠવાડિયા પહેલાં કારોબારી દિવસ તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી હાઇ લેવલ ટ્રેડિંગ સપ્તાહની સારી તેજી સાથે શરૂઆતના સંકેત આપી રહ્યા હતા અને એવું જ થયું. સેંસેક્સમાં પણ 59900 ના ઉપર ટ્રેડ જોવા મળી રહ્યો છે અને નિફ્ટીમાં 17900 ની પાસે લેવલ જોઇ શકાય છે. શેર બજારની ઓપનિંગમાં બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 1119.15 પોઇન્ટ એટલે કે 0.20 ટકાની તેજી સાથે 59,912 પર ખુલ્યો છે. તો બીજી તરફ એનએસઆઇના 50 શેરોવાળા ઇંડેક્સ નિફ્ટી 57.50 એટલે કે 0.32 ટકાની બઢત સાથે 17,890 પર કારોબાર ઓપનિંગ થઇ છે.

નિફ્ટી ખુલતાં જ 17,900 ના લેવલ પાર કરી ગયો હતો અને આ ઓપનિંગ મિનિટોમાં 87.55 પોઇન્ટ વધીને લગભગ 0.5 ટકાનો ઉછાળો સાથે 17,920 પર કારોબાર જોઇ શકાય છે. સેંસેક્સે પણ 60,000 ના મહત્વપૂર્ણ સ્તરને પાર લીધો છે અને 232.83 પોઇન્ટ ઉછળીને 60,025 પર કારોબાર કરી રહ્યા છે. સેંસેક્સ ના તમામ 30 માંથી 20 શેર બજાર તેજી સાથે અને 10 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે તો બીજી તરફ નિફ્ટી 50 માંથી 37 શેરમાં ઉછાળો જોઇ શકાય છે અને 13 શેરોમાં ઘટાડાના લાલ નિશાન જોઇ શકાય છે તો બીજીબાજુ પ્રી ઓપનિંગમાં બીએસઈ સેન્સેક્સ 58 પોઇન્ટ ચઢીને 59851 ના લેવલ પર ટ્રેડ જોવા મળી રહ્યો હતો અને એનએસઇના નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયો હતો. નિફ્ટીમાં 40 પોઇન્ટની તેજી બાદ 17873 પર ટ્રેડ જોવા મળી રહ્યો છે

Next Story