Connect Gujarat
બિઝનેસ

શેર બજાર ખુલતાની સાથે ધડામ સતત પાંચમા દિવસે લાલ નિશાની સાથે થયું ઓપન

સતત પાંચ દિવસથી શેર માર્કેટ ખુલતાની સાથે જ પડી ભાંગ્યો હતો . ત્યારે આજે પણ એવુંજ થયું છે જેના કારણે અબજો રૂપિયાનું નુકશાન થયું છે.

શેર બજાર ખુલતાની સાથે ધડામ સતત પાંચમા દિવસે લાલ નિશાની સાથે થયું ઓપન
X

સતત પાંચ દિવસથી શેર માર્કેટ ખુલતાની સાથે જ પડી ભાંગ્યો હતો . ત્યારે આજે પણ એવુંજ થયું છે જેના કારણે અબજો રૂપિયાનું નુકશાન થયું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા માર્ચથી વ્યાજ દર વધારવાના સંકેત આપવામાં આવ્યા છે. જેની અસર ભારતીય શેર બજાર પર પડી શકે છે. કારણકે માર્કેટ ગંભીર રીતે પડી શકે છે. આ બધા સંકેતો વચ્ચે આજે એક વાર ફરી શેર બજાર ગંભીર રીતે પડીને લાલ નિશાન સાથે ઓપન થયું હતું

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર વાળો સેન્સેક્સ 990 આંક સાથે પડીને 56,869ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂંચક આક નિફ્ટીએ 291એ પડી 16,986ના સ્તર પર ખુલી કારોબારની શરૂઆત કરી હતી. હાલ સેન્સેક્સ 1154 આંક પર પડીને કારોબાર કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ નિફ્ટી પણ 319 આંકથી ટૂટીને કારોબાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસોથી માર્કેટ પડી ભાંગ્યું છે. મંગળવારે પણ શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યા બાદ અંતમાં વધીને બંધ થયું હતું. સેન્સેક્સ 367 અંકની તેજી સાતે 57,858 પર બંધ થયું હતું જ્યારે નિફ્ટી ઉછળીને ફરી એક વાર 17,200ને પાર પહોચી ગયું હતું. આ સૂંચકઆંકમાં 129 અંકોની તેજી આવી અને 17,278ના સ્તર પર પછી બંધ થયો હતો.

Next Story