Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેર બજાર માટે આ સપ્તાહ મિશ્ર, ઉછાળા સાથે બંધ થયું બજાર

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસ ખૂબ ઉતાર ચઢાવ વાળા રહ્યા. સપ્તાહના છેલ્લા દિવસે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું

ભારતીય શેર બજાર માટે આ સપ્તાહ મિશ્ર, ઉછાળા સાથે બંધ થયું બજાર
X

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસ ખૂબ ઉતાર ચઢાવ વાળા રહ્યા. સપ્તાહના છેલ્લા દિવસે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું પરંતુ આખો દિવસ ઉથલપાથલ વાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ઉતાર ચડાવ વાળી સ્થિતિ જોવા મળી.

સપ્તાહના આગલા દિવસે એટલે કે ગુરુવારે પણ એ જ માહોલ હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 89.13 પોઈન્ટના વધારા સાથે 58387.93 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 15.50ના ઘટાડા સાથે 17397.50 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, યુપીએલ, ભારતી એરટેલ શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રિડ કોર્પ, ભારતી એરટેલ, એનટીપીસી શેર જોવા મળ્યા નિફ્ટીમાં ટોપ લૂઝર્સ માં આઈશર મોટર્સ, બ્રિટાનિયા, હિન્દાલ્કો, M&M, રિલાયન્સના શેર રહ્યા હતા આમ આખું સપ્તાહ ભારતીય શેર બજાર માટે ઉતાર ચઢાવ વાળું રહ્યું નિષ્ણાતોનું માનવું છે કે ઓગસ્ટના મધ્ય ભાગથી શેર બજાર મજબૂતી તરફ આગળ વધશે

Next Story