Connect Gujarat
બિઝનેસ

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો; જાણો તમારા શહેરના રેટ્સ

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો; જાણો તમારા શહેરના રેટ્સ
X

સરકારી ઓઈલ વિતરણ કંપનીએ આજે ફરીથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો થયો છે.

નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા પર પહોંચી ગઈ છે. એક આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલમાં 17.67 રૂપિયા વધ્યા છે. જ્યારે ડીઝલમાં 15.75 રૂપિયા વધ્યા છે.

રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.69 પર પહોંચી ગઈ છે. જ્યારે ડિઝલની કિંમત 97.13 રૂપિયા પર પહોંચી ગઈ છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.91 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 97.35 રૂપિયા પર પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 98.45 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. તો ડિઝલની કિંમત પણ પ્રતિ લિટરે 96.91 રૂપિયા પર પહોંચી ગઈ છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.35 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 96.79 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત 98.63 રૂપિયા છે. તો ડિઝલ 97.07 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.36 રૂપિયા, તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.82 રૂપિયા પર પહોંચી છે. સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.57 રૂપિયા તો ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.03 રૂપિયા પર પહોંચી છે. સૌથી વધુ ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.42 રૂપિયા પર પહોંચી છે. તો ડિઝલની કિંમત 98.85 રૂપિયા પર પહોંચી છે.

Next Story