Connect Gujarat
બિઝનેસ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, વાંચો કેટલા છે ભાવ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, વાંચો કેટલા છે ભાવ
X

સોના અને ચાંદીના ભાવમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નબળાઈ જોવા મળી રહી છે. MCX પર ગુરુવાર સવારે સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 47,847 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, અને તે 0.16 ટકાના ઘટાડા સાથે 67,492 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુરૂવારે ડૉલરમાં મજબૂતી જોવા મળતાં ભારતમાં સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકામાં યૂએસ ફેડરલ રિઝર્વે પોલિસી મજબૂત કરવાના સંકેત આપતા ડૉલરમાં સુધારો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતમાં સોના અને ચાંદી પર જોવા મળી રહ્યો છે. ગોલ્ડ ઓક્ટોબર ફ્યૂચર 12 રૂપિયા ઘટીને 47,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. ચાંદી ફ્યૂચર પણ 103 રૂપિયાના ઘટાડા સાથે 67,498 રૂપિયા છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું 0.1 ટકા ઘટીને 1,809.96 ડૉલર પ્રતિ ઔંસ પર છે, જ્યારે યૂએસ ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1,812.80 ડૉલર પર છે. અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,480 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 46,630 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Next Story