New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-2-11.jpg)
CBSE કોર્ષના 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા ફરી દાખલ કરવાની વિચારણા થઇ રહી છે. આ અંગે માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવેડકર 25મી ઓક્ટોમ્બરના રોજ જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
માનવ સંશાધન મંત્રાલય સંભાળ્યા બાદ જાવેડકરનો આ પ્રથમ મોટો નિર્ણય છે. તે સાથે જ જાવેડકર એક નવી નો ડિટેન્શન પોલીસીની પણ જાહેરાત કરશે. જેમાં વિદ્યાર્થીઓને પાંચમા ધોરણ સુધી ફેઇલ નહી કરવામાં આવે. ત્યારબાદ રાજ્યો દ્વારા આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ફેઇલ નહી કરવાનો વિકલ્પ શોધવાનો રહેશે. પરંતુ ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ માટે ફરી પરિક્ષા લેવાનું પણ અનિવાર્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે 2010માં સીબીએસઇમાં 10 ધોરણની બોર્ડની પરિક્ષા રદ કરવામાં આવી હતી અને તેના સ્થાને વર્તમાન સીસીઇ સિસ્ટમ અપનાવવામાં આવેલી છે.