Connect Gujarat
ગુજરાત

ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરતી ભરૂચની કોર્ટ

ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરતી ભરૂચની કોર્ટ
X

ભરૂચના સતિષચંદ્ર જયંતીલાલ ઠક્કર પાસે ભરૂચના પ્રીતમ

સોસાયટીમાં રહેતા આશિષ અશોકભાઈ મોદી એ રૂપિયા બે લાખની રકમ ઉછીની માંગેલ જે

સતિષચંદ્રએ ઉછીની આપેલ અને તેના અવેજ માં તારીખ ૧૫-૧૨-૨૦૧૭ નો સ્ટેટે બેંક ઓફ

ઇન્ડિયા પ્રીતમનગર ભરૂચ શાખાનો ચેક આપેલ ત્યારબાદ તેમાં આરોપીએ થોડા દિવસ રાહ જોવા

જણાવેલ. પરંતુ આપેલ તમામ વાયદા નિષ્ફળ જતા તારીખ ૦૫-૦૩-૨૦૧૮ ના રોજ ચેક બેંકમાં રજુ

કરતા તે ચેક "Funds insufficient "ના શેરા સાથે પરત આવેલ હતો.

આથી સતિષચંદ્ર ઠક્કરે તેમના વકીલ મહેન્દ્ર કંસારા

મારફતે નેગો .ઇન્સ .એક્ટ ની કલમ ૧૩૮ મુજબની નોટિસ આપેલ હતી. જે નોટિસ આરોપીને મળી

જવા છતાં આરોપીએ નોટિસનો જવાબ કે અમલ કરેલો નહીં આથી નોટિસની સમય મર્યાદા પૂર્ણ

થતા અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીને સમન્સ બજી જતા કેસમાં

પુરાવો આપવામાં આવેલ અને દલીલો ફરિયાદ પક્ષ તરફતી જાણીતા વકીલ મહેન્દ્ર કંસારા

દ્વારા કરવામાં આવેલ હતી.

આથી ભરૂચના સિવિલ જ્જ શ્રીમતી

એચ .પી .પટેલે તારીખ ૧૭-૧૨-૨૦૧૯ના રોજ આરોપી આશિષ અશોકભાઈ મોદીને એક વર્ષની સજા

અને ચેકની રકમ રૂપિયા ૨૦૦૦૦૦/- વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ છે. આથી ચેક લખી પેમેન્ટ ન કરનાર આલમમાં ફફડાટ ફેલાઈ ગયેલ

છે.

Next Story