છોટાઉદેપુર : હવાથી ફેલાતો શિકાટોકા રોગ લાગ્યો કેળના પાકમાં, બોડેલીના ખેડૂતોમાં વ્યાપી નિરાસા

New Update
છોટાઉદેપુર : હવાથી ફેલાતો શિકાટોકા રોગ લાગ્યો કેળના પાકમાં, બોડેલીના ખેડૂતોમાં વ્યાપી નિરાસા

ભારે વરસાદ અને ત્યાર બાદના કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકશાની વેઠતો જગતનો તાત ફરી એક કુદરતી આફતમાં ફસાયો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારના કેળની ખેતી કરતાં ખેડૂતોમાં નિરાસા જોવાઇ રહી છે. કેમ કે, કેળની ખેતીમાં લાગી ગયો છે હવે શિકાટોકા નામનો રોગ.

ભારે

વરસાદ અને માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો, જે હવે ખેતરમાં બચ્યું છે તેમાં શિકાટોકા નામનો રોગ લાગી

જતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ અને માવઠાને લઈ જમીનમાં ભેજ વધી જતાં

ખેતરોમાં ફૂગનું પ્રમાણ વધી ગયું. આ રોગ હવાથી ફેલાય છે. બોડેલી અને પાવીજેતપુર

તાલુકામાં લગભગ 6 હજાર

હેક્ટર પાકમાં આ રોગ લાગી ગયો છે. જોકે શિકાટોકા નામનો

રોગ લાગતા બાગાયત વિભાગ હરકતમાં આવ્યું હતું.

બાગાયત

અધિકારએ આ શિકાટોકા રોગ આગળ વધુ ન ફેલાય તે માટેના ઉપાયો જણાવ્યા હતા. પરંતુ જે

કેળના ખેતરો દ્રશ્યોમાં જોવાઇ રહ્યા છે, તે જોતાં હવે ખેડૂતના મોઢે આવેલો કોળિયો પણ છીનવાય ગયો

હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, કમસોમી વરસાદથી પાકને નુકશાન થતાં કુદરતનો માર તો સહન કરી લીધો છે. પાક નુકશાની અંગે સરકારે વળતળ આપવા માટેની જાહેરાત તો કરી છે, જેથી વહેલી તકે સરકાર સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories