Connect Gujarat
Featured

છોટાઉદેપુર : નસવાડીના યુવકે કહયું, પત્ની અવળા ધંધા કરે છે અને મને દગો કર્યો છે, જુઓ પછી તેણે શું કર્યું

છોટાઉદેપુર : નસવાડીના યુવકે કહયું, પત્ની અવળા ધંધા કરે છે અને મને દગો કર્યો છે, જુઓ પછી તેણે શું કર્યું
X

સોશિયલ મિડીયાના વધેલા વ્યાપ વચ્ચે હવે લોકો આપઘાત કરતાં પહેલાં પણ વિડીયો બનાવી રહયાં છે. આવી જ ઘટના નસવાડી તાલુકાના ઝેર ગામે બહાર આવી છે જેમાં પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને ઝેર પીને આપઘાત કરતા પહેલા વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને ત્યાર બાદ આપઘાત કર્યો હતો. ઝેર ગામમાં રહેતા વિજય રાઠવા કાઠિયાવાડમાં મજુરી કામ કરતાં હતાં. દરમિયાન તેમની પત્ની રીસાઇને છકતર ગામે આવેલાં પિયરમાં ચાલી ગઇ હતી. પિયરમાં ગયેલી પત્નીના વિરહમાં વિજય ઝુરતો હતો અને તેણે આપઘાત કરવાનું નકકી કર્યું હતું. વિજયભાઇના બે સંતાન છે, જેમાં 4 વર્ષની પુત્રી એંજલ અને દોઢ વર્ષનો પુત્ર સ્વરજકુમાર છે.

વિજય રાઠવા પત્નીને તેડવા માટે પિયરમાં પણ ગયો હતો પણ તે સાસરીમાં પરત આવી ન હતી. દરમિયાન વિજય રાઠવાનો એક વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં તે કહી રહયો છે કે, મારી સાથે પત્નીએ દગો કર્યો છે, એટલે હું આત્મહત્યા કરું છું, અને મારું આત્મહત્યા કરવાનું કારણ ફક્તને ફક્ત મારી ઘરવાળી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વિડીયો બનાવ્યાં બાદ વિજયે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. બનાવ સંદર્ભમાં મૃતકના પિતાએ નસવાડી પોલીસમાં જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story