Connect Gujarat
ગુજરાત

કોરોના ઇફેક્ટ : આજે રાત્રે 8 વાગ્યે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે

કોરોના ઇફેક્ટ : આજે રાત્રે 8 વાગ્યે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર કોરોના વાઇરસ થકી ફેલાતા રોગચાળાને પહોંચી વળવા દેશને સંબોધન કરશે. વડા પ્રધાને ટ્વીટ કરીને આ અંગેની જાણ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે,, વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ અંગે હું દેશવાસીઓ સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા શેર કરીશ. આજે 24 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે, હું દેશને સંબોધન કરીશ.

https://twitter.com/narendramodi/status/1242323791436320768?s=20

વડા પ્રધાન મોદીએ અગાઉ કોરોના વાયરસ રોગચાળા

અંગે ગુરુવારે (19 માર્ચ 2020) રાત્રે 8 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. આ સમય

દરમિયાન તેમણે દેશની જનતાને રવિવારે (22 માર્ચ, 2020)

દેશભરમાં જનતા કર્ફ્યુ લાદવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, તેમણે

રવિવારે સાંજે લોકોને આ રોગચાળા સામે લડતા તબીબી કર્મચારીઓ, સફાઇ

કર્મચારીઓ, પોલીસકર્મીઓ, અર્ધસૈનિક દળો

અને અન્ય લોકોનો આભાર માનવા અપીલ કરી હતી. તાળીઓ પાડવી અને થાળી ખખડાવવી વગેરે.

પીએમ મોદીની આ અપીલનો દેશભરમાં વ્યાપક પ્રમાણમા પ્રતીભાવ જોવા મળ્યો હતો. આજે રાત્રે

8 વાગ્યે આવાજ કોઈ ઉદ્દેશને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરશે.

Next Story