Connect Gujarat
દેશ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ
X

દેશમાં કોરોના વાયરસ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજે ફરીથી એકવાર તમામ રેકોર્ડ તોડીને એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 28,637 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 551 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8,49,553 થયો છે. જેમાંથી 2,92,258 એક્ટિવ કેસ છે તથા 5,34,621 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 22,674 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છેં જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 246600 કેસ નોંધાયા છે અને 10116 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ તામિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કોરોનાના કુલ 134226 કેસ નોંધાયા છે જ્યારે 1898 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કુલ 110921 દર્દીઓ જોવા મળ્યાં છે જેમાંથી 19895 એક્ટિવ કેસ છે જ્યારે 87692 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 3334 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં પણ સ્થિતિ વણસી રહી છે. રાજ્યમાં કોરોનાના કુલ 40941 દર્દીઓ જોવા મળ્યા છે અને 2032 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં હાલ 10260 એક્ટિવ કેસ છે અને 28649 લોકો ડિસ્ચાર્જ થયા છે.

Next Story