Connect Gujarat
Featured

રાજ્યભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો

રાજ્યભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો
X

રાજ્યમાં કોરોના સંક્ર્મણ સતત વધી રહ્યું છે, ત્યારે લાંબા સમય બાદ એક જ દિવસમાં 500થી વધુ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર અને શહેરીજનોમાં ચિંતા વધી છે. કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું જણાઈ રહ્યું છે.

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે ચૂંટણી પ્રચાર માટે નેતાઓની સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, ભીડ ભેગી થયા બાદ અનેક શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ચૂંટણી પૂર્વે અમદાવાદના અનેક ડોકટરોએ ચેતવણી પણ આપી હતી કે, ચૂંટણીમાં જે ભીડ ભેગી થાય છે તેના કારણે કોરોનાના કેસમાં વધારો થશે તે હવે સાબિત થયું છે. કોરોના મહામારીની શરૂઆતથી જ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું છે, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ ફરી માથું ઊચકતા ઘણા લાંબા સમય બાદ 500થી વધુ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 113 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 101 કેસ, ગ્રામ્યમાં 9 કેસ, વડોદરા શહેરમાં 90 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13 કેસ, રાજકોટ શહેરમાં 46 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.

Next Story