Connect Gujarat
Featured

કોરોના RETURN : સ્પેશ્યલ બુલેટિન શું ગુજરાતીઓ ઈચ્છે છે ફરી લોકડાઉન?

કોરોના RETURN : સ્પેશ્યલ બુલેટિન શું ગુજરાતીઓ ઈચ્છે છે ફરી લોકડાઉન?
X

રાજ્યમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન રાજકીય રેલીઓ અને સભાઓએ ફરી એક વખત કોરોનાને દસ્તક આપી છે. ફરી એક વખત રાજ્યમાં લોકડાઉનની દહેશત વર્તાઇ છે. બેદરકાર બનેલી સરકાર અને પ્રજા શું ફરી લોકડાઉન ઈચ્છે છે? નમસ્કાર...... દુનિયામાં કોરોના સંક્રમણની બીજી લહેર ફેલાવા લાગી છે. કોરોનાના કારણે ફરી લોકડાઉન કરવાની ફરજ પડી રહી છે, નિહાળીશું સમગ્ર બાબતો પરંતુ એ પહેલા ગુજરાતમાં કોરોના ઊથલો મારવાનું મુખ્ય કારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રહ્યું છે. સત્તાના જંગમાં કેવી રીતે કોરોના ભૂલાયો જુઓ આ રિપોર્ટ.

ધ્યાનથી જુઓ આ દ્રશ્યો.... હજુ ધ્યાનથી જુઓ.... આ એ જ સમયના દ્રશ્યો છે, જ્યારે વિશ્વ અને ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી. ભયંકર કોરોનાની બીમારી જેનાથી વિશ્વ આખું હચમચી ગયું હતું... પરંતુ જ્યાં ચૂંટણી આવી નેતાઓ કોરોનાને નેવે મૂકી પ્રજાને ભેગી કરવા લાગ્યા... રેલીઓમાં, સભાઓમાં લોકોની ભીડ જાણે કોરોનાને આમંત્રણ આપે છે. અને થયું પણ એવું.. ચૂંટણીના આ ખેલમાં જીત્યો કોરોના. 2 મહિના બાદ ફરી કોરોનાએ ઊથલો માર્યો છે. અને રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કારણે લોકડાઉનની દહેશત વર્તાઇ રહી છે.ચૂંટણીના જંગમાં ભાન ભૂલીને દરેક પાર્ટીઓ અને પાર્ટીના નેતાઓ કૂદી પડ્યા. શહેર-શહેર, ગલી-ગલી, ગામ-ગામ રેલી અને સભાઓમાં લોકોનો જમાવડો કોરોનાની રી-એન્ટ્રીનું કારણ બન્યું છે. કોરોનાની બીજી લહેર સર્જી શું ગુજરાતીઓ ફરીવાર લોકડાઉન ઈચ્છે છે?

માત્ર રાજકીય રેલીઓ જ નહીં, નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ કોરોનાનું નિમિત્ત બન્યું છે. સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપી સરકારી પ્રશાસને વધુ એક કોરોનાને અવગણીને ખોટો નિર્ણય કર્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાયેલ રહેલ ઘરેલુ ક્રિકેટ શ્રેણી પણ કોરોના સંક્રમણ વધવા માટે જવાબદાર બની છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના નિર્માણ બાદ સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટ અને ટી20 ક્રિકેટ મેચનું આયોજન અને તેમાં દર્શકોને પ્રવેશ બાદ કોરોનમાં ઉછાળો આવ્યો છે. કોરોના કાળ વચ્ચે ક્રિકેટ સહિતની રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, સમગ્ર દેશમાં તાળાબંધી બાદ કોરોના પર આંશિક કાબૂ મેળવાયો હતો. અને ત્યાર બાદ તબક્કાવાર અનલોકથી જનજીવન ફરીથી રાબેતા મુજબ થયું હતું. તેમ છતાં મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અને માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોના કારણે કોરોના પર નિયંત્રણ હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામાં જનસભા ઉમડતી ભીડ, મેચ નિહાળવા નીડર બની નીકળી પડેલા દર્શકો અને સરકારી પ્રશાસનની લાલિયાવાડીથી પુનઃ કોરોના ઉછળ્યો છે. ગંભીર બેદરકારી ભયંકર પરિસ્થિતીનું નિર્માણ કરી રહી છે. બેદરકારી દાખવ્યા બાદ હવે તંત્ર ફરી હરકતમાં આવ્યું છે.

વિશ્વ અને દેશ ફરી લોકડાઉન તરફ વળ્યું છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક લોકડાઉનની જાહેરાત બાદ લોકોમાં ભય સર્જાયો છે. તો શું ગુજરાતમાં પણ લોકડાઉન લાદવામાં આવી શકે છે? જુઓ આ રિપોર્ટ

કોરોના મહામારીને કારણે આખું વિશ્વ મુશ્કેલીઓ ભોગવી રહ્યું છે; એવામાં અત્યારે કોરોનાવાયરસના પણ વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. આ નવો સ્ટ્રેન પહેલાંના વાયરસ કરતાં પણ વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે એવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોનાવાયરસના કેસો સામે આવતાં તેના સહિત આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. યુરોપીયન દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. વિશ્વભરમાં 11.77 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં કોરોનાને માત આપીને 9 કરોડ 34 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, તો બીજી બાજુ 26 લાખ 12 હજારથી પણ વધુ લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે. કોરોનાની સ્થિતિ દેશમાં વણસતા મહારાષ્ટ્રમાં સહિતના કેટલાક વિસ્તારોમાં તાળાબંધી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબમાં દર્દીઓમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર અને પંજાબના ઘણા જિલ્લાઓ તાળાબંધી હેઠળ છે. તો નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓરંગાબાદમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ લોકડાઉન સર્જાય શકે છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને સૂચનો આપ્યા છે કે, રાજ્યમાં કોરોનાને લઈને ફરીથી સ્થિતિ વણસી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકાર સજ્જ રહે. જેના માટે રાજ્ય સરકાર કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે. આ હોસ્પિટલ્સમાં પથારીઓની સુવિધા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખે. જેથી કોરોનાના દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહી ભર્યું વલણ કે બેદરકારી ચિંતાજનક છે.

એક તરફ ટીકાકરણ ચાલી રહ્યું છે તો બીજી તરફ બેદરકાર લોકોના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ફેલાયાને એક વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. આ દરમિયાન દેશે અનેક ઉતાર ચઢાવ જોયા છે. લોકડાઉન, કોરોનાથી મૃત્યુ, પ્રવાસી મજૂરોનું પલાયન... આ પરિસ્થિતી ફરી પુનરાવર્તિત ન થાય તે માટે સૌએ સાવચેતી અને કાળજી રાખવાની ખાસ જરૂર છે.

Next Story