Connect Gujarat
Featured

60 થી વધુ અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકોને 1 માર્ચથી રસી મુકાશે : કેન્દ્ર

60 થી વધુ અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકોને 1 માર્ચથી રસી મુકાશે : કેન્દ્ર
X

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અને એક પર ચર્ચા કરવામાં આવી. દેશએ કોરોના પર સફળ યુદ્ધ લડ્યું અને અન્ય દેશોની સરખામણીએ આપણે ત્યાં મૃત્યુ પણ ઓછા થયા છે.

1 માર્ચથી, 60 થી વધુ વયના લોકોને કોરોનાથી રક્ષણ મેળવવા રસી આપવામાં આવશે. આ રસી માત્ર સરકારી કેન્દ્રોમાં જ નિ: શુલ્ક રહેશે જ્યારે ખાનગીમાં તેનો શુલ્ક લેવામાં આવશે. ફી કેટલી હશે, તે અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે આવા લગભગ 10 કરોડ લોકો છે. 10,000 સરકારી કેન્દ્રોમાં રસી આપવામાં આવશે.

જાવડેકરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા અને એક પર ચર્ચા કરવામાં આવી હતી. દેશએ કોરોના પર સફળ યુદ્ધ લડ્યું છે અને અન્ય દેશોની સરખામણીએ આપણાં ત્યાં મૃત્યુ પણ ઓછા થયા છે. તેમણે જણાવ્યું હતું કે 1 માર્ચથી, 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઉપરના લોકો જે બીમાર હોય તેમના માટે રસીકરણ અભિયાન શરૂ થશે. આ રસીકરણ અભિયાન સરકારી કેન્દ્રો પર નિ: શુલ્ક રહેશે. ખાનગી કેન્દ્રો ઉપર શુલ્ક લેવામાં આવશે જેના વિશે આરોગ્ય મંત્રાલય નિર્ણય લેશે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1,07,67000 લોકોને રસી આપવામાં આવી છે. 14 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો કે જેમને કોઈ બીમારી છે તે સરકારી અને ખાનગી કેન્દ્રો પર રસી મૂકાવી શકશે, ખાનગી કેન્દ્રોમાં કેટલી ફી લેવાશે તે અંગે આરોગ્ય વિભાગ 2 અથવા 3 દિવસમાં જાહેરાત કરશે.

Next Story