Connect Gujarat
ગુજરાત

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર, વડાપ્રધાન મોદીના વતનમાં ચિંતાનો માહોલ, જુઓ કેમ

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર, વડાપ્રધાન મોદીના વતનમાં ચિંતાનો માહોલ, જુઓ કેમ
X

ચીનમાં

કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં

ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ.

ભારતના પાડોશી દેશ ચીનમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને લોકો પોતાના ઘરોમાં જ નજરકેદ થઇ ગયાં છે. ચીનના વુહાન શહેરમાં અભ્યાસ કરવા ગયેલાં 100થી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાઇ ગયાં છે. ગુજરાતના 100 પૈકી 2 વિદ્યાર્થી વડનગરના છે. વડનગર શહેરએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતનનું ગામ છે.ચીનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના સંતાનોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે તેવી અપીલ સરકાર પાસે કરી રહ્યા છે. વડનગરમાં રહેતા સંજય પટેલના સંતાનો મિથીન અને બિરવા ચીનમાં અભ્યાસ કરવા ગયાં છે. બંને ભાઇ- બહેન છેલ્લા દોઢ વર્ષથી ચીનમાં વસવાટ કરે છે. સંજય પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં અભ્યાસ કરવા ગયેલાં વિદ્યાર્થીઓની હાલત ઘણી ખરાબ છે. પીવાના પાણીના વલખા છે અને એક સપ્તાહ સુધી ચાલે તેટલો જ ભોજનનો જથ્થો બચ્યો છે. સરકાર વહેલી તકે અમારા સંતાનોને સલામત રીતે પરત લાવે તેવી અમારી માંગ છે. ચિંતિંત બનેલા વડનગરના વાલીઓએ વડાપ્રધાન મોદીના ભાઇ સોમાભાઇ મોદીને પણ રજુઆત કરી છે.

Next Story