Connect Gujarat
ગુજરાત

COVID-19 : રાજકોટના ઉદ્યોગપતિનું આવકારદાયક પગલું, કર્મીઓને 2 મહિનાનો પગાર સાથે આપી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ

COVID-19 : રાજકોટના ઉદ્યોગપતિનું આવકારદાયક પગલું, કર્મીઓને 2 મહિનાનો પગાર સાથે આપી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ
X

દેશભરમાં કોરોના

વાયરસના સંક્રમણને કારણે સરકાર સજ્જ બની છે, ત્યારે રાજકોટમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાના કહેરને પહોચી વળવા બાન લેબ્સ દ્વારા

પોતાની કોર્પોરેટ ઑફિસ તમામ કર્મચારીઓને રજા આપી ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. સાથોસાથ જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ અને 2 મહિનાનો એડવાન્સ પગાર પણ પોતાના

કર્મચારીઓને આપવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વ હાલ

કોરોના વાયરસના કારણે ચિંતિત છે. ગુજરાતમાં કોરોના વાઈરસના 38 જેટલા કેસ નોંધાઈ

ચુક્યા છે. જે પૈકી એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી તરફ

રાજકોટમાં બાન લેબ્સ દ્વારા પોતાની કોર્પોરેટ ઑફિસ બંધ કરી તમામ કર્મચારીઓને રજા

આપવામાં આવી છે. તો સાથોસાથ જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ અને

2 મહિનાનો એડવાન્સ પગાર પણ આપવામાં આવ્યો છે.

બાન લેબ્સના મૌલેશ

ઉકાણીએ જણાવ્યુ હતું કે, સૌ કોઈ

ફેક્ટરી માલિકો, શો-રૂમ માલિકો તેમજ અન્ય ધંધા સાથે જોડાયેલા માલિકોએ પણ પોતાનો ધંધો રોજગાર હાલ સરકાર નીતિ નિયમ મુજબ બંધ રાખે તો સમગ્ર દેશના લોકો માટે વધુ હિતાવહ રહેશે, ત્યારે સૌ સાથે મળીને કોરોના વાયરસ વિરુદ્ધ ભારત સારકારે જે અભિયાન છેડ્યું છે તેમાં સાથ આપે.

Next Story