Connect Gujarat
ગુજરાત

સાથ જીયેંગે સાથ મરેંગે:- દહેગામ ધારીસણા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

સાથ જીયેંગે સાથ મરેંગે:- દહેગામ ધારીસણા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
X

દહેગામ તાલુકાના

ધારીસણા ગામની સીમમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસેના એક ઝાડ ઉપર

દોરડું બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતી લટકતી હાલતમાં જોવા

મળ્યા હતા. ત્યારબાદ ધારીસણા ગામના સરપંચ દ્વારા આ બનાવની જાણ રખીયાલ પોલીસ

સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા આશરે 25 વર્ષિય યુવક ધારીસણા ગામનો વિષ્ણુ ગોપાલજી ઠાકોર હોવાનું

સામે આવ્યું હતું. આ યુવક એક દિકરીનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે

આશરે 21 વર્ષીય યુવતી બાજુના

સગદલપુર ગામની લક્ષ્મી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.

આ યુવતીના લગ્ન બે

વર્ષ પહેલા દહેગામ તાલુકાના ભાટઇમોતીપુરા ગામમા કરવામાં આવ્યાં હતાં. પરંતુ

સાસરીમાં મનમેળ ન હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે આ યુવતી પોતાના ઘરેથી નીકળી

ગઈ હતી. આ બાબતે પરિવારજનોએ સગદલપુર ગામના સરપંચ દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનમાં

જાણ કરવાની પણ તજવીજ હાથ ધરી હતી. પરંતુ તે પહેલા જ માહિતી મળી હતી કે, ધારીસણા ગામની સીમમાં એક યુવક અને યુવતીએ ગળેફાંસો

ખાઈને દુનિયાને અલવિદા કરી નાખી છે..

Next Story