દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

0

દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા ઝડપાયો છે.

દાહોદ શહેર સહીત જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તયો છે. જેના લીધે દાહોદ શહેર સહીત જિલ્લામાં કપરી પરિસ્થતિનું સર્જન થઇ રહ્યું છે. આ મહામારીના અજગરી ભરડામાં આવેલા દર્દીઓથી શહેર સહીત જિલ્લાના ખાનગી તેમજ સરકારી કોવીડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. જયારે આ કોરોના વેશ્વિક મહામારીમાં બહુમૂલ્ય ગણાતા રેમડીસીવીર ઇન્જેક્શનો ખુબ જ અસરદાર હોવાથી આ ઇન્જેક્શનની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. શહેરના સરકારી હોસ્પિટલોને બાદ કરતા ખાનગી હોસ્પિટલમાં આ ઇન્જેકશનની તીવ્ર અછત જોવા મળી રહી હતી. તેવા સમયમાં કેટલાક લાલચુ તત્વો ગરજવાન દર્દીઓ પાસેથી તગડો નફો લેવા મેદાને પડયા છે ત્યારે આ બહુમૂલ્ય ઇન્જેક્શનની કાળાબજારી રોકવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં રેમડેસીવીર ઇજેક્શનનું ગેરકાયદેસર વેચાણ થતુ રોકવા તેમજ વેચાણ કરતા તત્વોને ઝડપી લેવા માટે એલસીબી પોલીસ ઇજેક્શનની જરૂરીયાત મંદ માણસોને ઉંચા ભાવે વેચાતા ઇજેકશનની રજુઆતના આધારે, ડમી ગ્રાહક ઉભો કરી દાહોદ રેલ્વે સ્ટેશન રોડ પર હોટલ ક્રિષ્ના ભોજનલાય ખાતે વેચાણ કરવા આવેલ  દાહોદના રબડાલનો કમલેશ રાજપુરોહિતને છટકુ ગોઠવી આયોજન મુજબ ઉંચા ભાવે ઇન્જેકશનનું  વેચાણ કરતા આરોપીને 11 રેમડેસીવીર ઇજેક્શન અને 75,000 રોકડા રૂપીયા સહિત 1,39,400નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here