Connect Gujarat
Featured

દાહોદ: પોલીસકર્મીએ ટ્રાફિક નિયમોનો કર્યો ભંગ તો મહિલા હોમગાર્ડે કરાવ્યુ કાયદાનું ભાન, પછી જે થયું એનાથી લોકો દંગ રહી ગયા

દાહોદ: પોલીસકર્મીએ ટ્રાફિક નિયમોનો કર્યો ભંગ તો મહિલા હોમગાર્ડે કરાવ્યુ કાયદાનું ભાન, પછી જે થયું એનાથી લોકો દંગ રહી ગયા
X

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓના માન સન્માન અને મહિલાઓ સુરક્ષાની વાતો થયાને ગણતરીના કલાકોમાં જ દાહોદ શહેરમાં ટાઉન પોલીસ મથકની સામે ભરપોડા સર્કલ ઉપર જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાતા સૌ કોઈ અવાચક બની ગયા હતા ઘટનામાં મહિલાકર્મીને ઇજા પહોચતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

પ્રજાને નિયમોનું પાલન કરાવનાર પોલીસ જ પોતાને નિયમ ન નડતાં હોય તેવું વર્તન કરતાં કાયદાનું પાલન કરાવનાર મહિલાકર્મીને આજે માર ખાવાનો વારો આવ્યો હતો. સવારે દાહોદ શહેરના ભરપોડા સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે દિપીકા સાંસી નામની મહિલા હોમગાર્ડ હાજર હતી તે સમયે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તખતસિંહ ચૌહાણ બાઈક ઉપર કોર્ટ ડ્યૂટી ઉપર જવા નીકળ્યા હતા.

ત્યારે નિયમનો ભંગ કરી સિગ્નલ તોડવાનો પ્રયાસ કરતાં હાજર હોમગાર્ડ દીપિકાબેને અટકાવીને નિયમનું ભાન કરાવતા કોન્સ્ટેબલ ઉશ્કેરાઈને મહિલા હોમગાર્ડને અપશબ્દો બોલવા લગતા મામલો બીચક્યો હતો અને જાહેર રસ્તા ઉપર જ બંને વચ્ચે મારામારી થતાં અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને બંને છૂટા પડ્યા હતા ઝપાઝપીની ઘટના માં મહિલા કર્મીને મોઢા તેમજ શરીરના ભાગે ઇજા પહોચી હતી. ઇજાગ્રસ્ત હાલત માં મહિલાકર્મી પોલીસ મથકે પહોચી હતી જ્યાં પરિવારજનો આવી પહોચતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.પોલીસે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story