Connect Gujarat
ગુજરાત

દાહોદ : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ પર બુરખો પહેરી પહોંચી મહિલા, જુઓ પછી શું થયું

દાહોદ : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ પર બુરખો પહેરી પહોંચી મહિલા, જુઓ પછી શું થયું
X

દાહોદના

ઝાલોદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોષણ અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો

હતો પણ સમારંભ દરમિયાન બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધાં હતાં. એક મહિલા બુરખો

પહેરીને સ્ટેજ પર પહોંચી ત્યારે સુરક્ષા જવાનોએ તેને અટકાવી હતી. બાદમાં સચિવ અને

મંત્રીની દરમિયાનગીરી કરતાં તેને મુખ્યમંત્રી પાસે જવા દેવામાં આવી હતી.

ઝાલોદ ગામ

નજીક નવજીવન કોલેજના પટાંગણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા

વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ

જિલ્લામાં રેડ ઝોનમાં રહેલા ૪૦૦૦થી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પાલક વાલી

આપવામાં આવ્યા હતા. સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી

૧૦૪૭ પાલક વાલી બન્યા છે. આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ

કરશે. કાર્યક્રમ દરમિયાન માતાઓને સ્ટેજ પર બોલાવવામાં આવી રહી હતી ત્યારે એક માતા

બુરખો પહેરીને સ્ટેજ પર પહોંચી હતી. સ્ટેજ પર પહોંચેલી મહિલાને સુરક્ષા જવાનોએ

અટકાવી હતી. બાદમાં સચિવ અને મંત્રીએ દરમિયાનગીરી કરતાં મહિલાને મુખ્યમંત્રીની

નજીક જવા દેવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રી વિભાવરી દવે, મંત્રી બચુ ખાબડ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના

આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story