Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે નેશનલ ચાઈલ્ડ-ડે નિમિત્તે વ્હાલી દિકરી દિવસની કરાઇ ઉજવણી

ડાંગ : આહવા ખાતે નેશનલ ચાઈલ્ડ-ડે નિમિત્તે વ્હાલી દિકરી દિવસની કરાઇ ઉજવણી
X

ડાંગ જિલ્લાની

તાલુકા શાળા આહવા ખાતે ઈ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના

અધ્યક્ષ સ્થાને નેશનલ ચાઈલ્ડ-ડે નિમિત્તે વ્હાલી દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી

હતી.

દિકરીના જન્મને

વધામણી કરવી જોઈએ તેમ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ લોકોને

જણાવ્યું હતું કે, હાલમાં જ દિકરીઓનો જન્મદર ઓછો થઇ રહ્યો છે. જે માટે

સરકાર પણ ચિંતિત છે. માતૃવંદના, કસ્તુર બા પોષણ સહાય

યોજના, હાલમાં જ લોંચ થયેલી વ્હાલી દિકરી યોજના જેવી

વિવિધ યોજનાઓનો આશય દિકરીઓનું પ્રમાણ વધે તે છે. વ્હાલી દિકરી યોજના ઓગષ્ટ-2019

માસથી અમલી બની છે. રૂ. 2 લાખથી ઓછી આવક ધરાવતા વાલીને આ યોજનાનો લાભ મળી શકે છે.

જેમાં દિકરી પુખ્ત વયની થાય ત્યાં સુધીમાં રૂ. 1,10,000ની સહાય

તેમના માતા-પિતાને આપવાની જોગવાઈ છે. સ્ત્રીઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ 33 ટકા અનામત આપી છે. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ

વધે તે માટે લોકોએ વધુ જાગૃત બનવું જોઈએ.

Next Story