Connect Gujarat
Featured

ડાંગ : આહવા વિધાનસભા પેટા ચૂંટણી અંગે તંત્રની તૈયારીઓ શરૂ

ડાંગ : આહવા વિધાનસભા પેટા ચૂંટણી અંગે તંત્રની તૈયારીઓ શરૂ
X

કોવિડ-૧૯ની સાંપ્રત સ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાઈ તેની તકેદારી સાથે આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની હાંકલ કરતા ડાંગના જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર એન.કે.ડામોરે જિલ્લાના તમામ પક્ષો અને, હરીફ ઉમેદવારોને પક્ષાપક્ષીથી દુર રહીને નિષ્પક્ષ, અને ન્યાયી ચૂંટણી માટેની હાંકલ કરી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી રાજ્કીય પક્ષોના પ્રતિનિધિઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની સંયુક્ત બેઠકમાં માર્ગદર્શન આપતા કલેકટર ડામોરે કોવિડ-૧૯ ચૂંટણી માટેની નિયત માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી પ્રચાર કાર્ય સહિતની પ્રક્રિયા હાથ ધરવા બાબતે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પડ્યુ હતુ.

ચૂંટણી સભાઓ, રોડ શો, ડોર ટુ ડોર પ્રચાર કાર્ય વિગેરે બાબતે રાખવાની કાળજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા ડામોરે રાજકીય પક્ષો અને હરીફ ઉમેદવારોને જરુરી મંજુરી વિગેરે કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં નિયત કરાયેલા પાંચ સ્થળોએ ચૂંટણી સંબંધિત જાહેરસભાઓ યોજવા અંગેની જાણકારી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે પણ સૌને માહિતગાર કાર્ય હતા.

વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે યોજાયેલી આ અગત્યની બેઠકમાં સુક્ષ્માતીસુક્ષ્મ બાબતોની જાણકારી આપતા કલેક્ટર ડામોરે પ્રચાર-પ્રસારમા ચૂંટણી ખર્ચની મર્યાદાઓ, જરૂરી સેવાઓના નિયત કરાયેલા ભાવો અંગેની પણ જાણકારી આપી હતી. બેઠકમા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી સહિતના વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો, જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર તેરસિંહ ડામોરે સંભાળી હતી.

Next Story