જીંદગીભરનું સ્વપ્ન હતં કે હું પોતાનું ગીત ગાઉં અને તેમાં એક્ટિંગ પણ કરૂંઃ દીપશીખા નાગપાલ
બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ, ડિરેક્ટર અને લેખિકા દિપશીખા નાગપાલે અનેક ફિલ્મોમાં અનેક રૂપે કામ કર્યું છે પણ તેમની એક ઈચ્છા હતી કે એક આલ્બમ બનાવે અને જેમાં અભિનય પણ પોતે જ કરે. આખરે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે ''ક્યા હુઆ તેરા વાદા..રી લોડેડ'' થી. તેના આ આલ્બમનું આજરોજ મુંબઈ ખાતેની એક હોટેલમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આલ્બમનાં આ ગીતમાં લિરિક્સ સમીરે લખ્યા છે. જ્યારે ગીતનું રિમિક્ષ ડી.જે. સેઝવૂડે કર્યું છે.
આ પહેલાં દીપશીખા નાગપાલે આ આલ્બ સંદર્ભે અંકલેશ્વર શહેરની મુલાકાતે પણ લીધી હતી. આ તબક્કે તેમણે પોતાના આલ્બમને લઈને તમામ લોકોને સબ્સ્ક્રાઈબ કરી નિહાળવાની અપીલ કરી હતી.
દીપશીખાનાં આલ્બમ ક્યા હુઆ તેરા વાદા..રી લોડેડ.... સંદર્ભે રશ્મી દેશાઈએ કહ્યું હતું કે, દીપશીખા મારી ખૂબ જ નજીકની છે. તેનો મ્યૂઝિક વીડિયો ક્યા હુઆ તેરા વાદા..રી લોડેડ....જોયા પછી લાગ્યું કે આ સંપૂર્ણ વર્ઝન છે. મુંબઈમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ રશ્મી દેશાઈ, નિક્કિ અનેજા, મનમીત સિંહ, મુકુલ દેવ, આકૃતિ નાગપાલ, સમીર અન્જાન, અનુપ જલોટા આ સૌ ઉપસ્થિત હતા.