Connect Gujarat
દેશ

કોરોના વાઇરસના કહેરને જોતાં દિલ્હી પોલીસે શાહીન બાગ ખાલી કરાયું

કોરોના વાઇરસના કહેરને જોતાં દિલ્હી પોલીસે શાહીન બાગ ખાલી કરાયું
X

છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકત્વ સુધારણા કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી સામેનો વિરોધ દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહ્યો છે. કોરોનાની અસર અને કલમ-144 હેઠળ મંગળવારે સવારે દિલ્હી પોલીસ દ્વારા શાહીન બાગ ખાલી કરવામાં આવ્યું છે. પોલીસે સવારે 7 વાગ્યે શાહીન બાગ પાસે રસ્તાની બંને બાજુ ખાલી કરી દીધી છે પોલીસ કાર્યવાહીમાં શાહીન બાગ પાસેથી કુલ 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષો છે. દિલ્હી પોલીસનું માનવું છે કે લોક-ડાઉન દરમિયાન જરૂરી ચીજો અને ઇમરજન્સી વાહનોની અવરજવર અટકાવવા અને દિલ્હીમાં કલમ -144 લાગુ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કોરોના વાયરસની વધતી અસર અને જોખમને ધ્યાનમાં રાખીને, દિલ્હી સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવાયું છે, અને હાલમાં કલમ 144 પણ લાગુ કરી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસ મંગળવારે સવારે શાહીન બાગ પહોંચી ધારણા પર બેઠેલા લોકોને ચેતવણી આપી હતી. પોલીસ ચેતવણી ન માનવા અને ઇનકાર કરવા બદલ 9 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પછી તે સ્થળેથી તંબુ, ખુરશી, ટેબલોને પરિસરમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

Next Story