Connect Gujarat
ધર્મ દર્શન 

ત્રીજા નોરતે ચોટીલામાં આવેલ માં ચામુંડાના કનેક્ટ ગુજરાતને સંગ કરો દર્શન, કેમ કહેવાય છે ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ

પવિત્ર યાત્રા ધામ ચોટીલામાં આવેલું ચામુંડામોતા નું મંદિર કહેવાય છે માઁ અંબાનું જ સ્વરૂપ એટલે માઁ ચામુંડા,ચોટીલા એ રાજકોટ નજીક આવેલું ધાર્મિક સ્થળ

ત્રીજા નોરતે ચોટીલામાં આવેલ માં ચામુંડાના કનેક્ટ ગુજરાતને સંગ કરો દર્શન, કેમ કહેવાય છે ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ
X

પવિત્ર યાત્રા ધામ ચોટીલામાં આવેલું ચામુંડામોતા નું મંદિર કહેવાય છે માઁ અંબાનું જ સ્વરૂપ એટલે માઁ ચામુંડા,ચોટીલા એ રાજકોટ નજીક આવેલું ધાર્મિક સ્થળ છે,ઐતિહાસિક દ્રસ્ટીથી જોઈએ તો આ પ્રદેશ પહેલા પાંચાળ તરીકે ઓળખાતો હતો,અહી માઁ ચામુંડા સાક્ષસાત છે ,ચોસઠ જોગણીઓ માંથી માઁનું એક સ્વરૂપ એટલે માઁ ચામુંડા.

જ્યારે અન્ય અવતાર માતાજીના એટલે અંબાજી,મહાકાળી,બહુચરમાઁ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે ચામુંડામાઁ ઘણા હિન્દુઓના કુળદેવી છે. માઁ ચામુંડાનાં આશીર્વાદથી સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સદીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે,જગવિખ્યાત માઁનું મંદિર ચોટીલા પર્વતનાં શિખરે આવેલું છે. ભારતમાં લગભગ બધે જ માતાજી મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે, માઁ ચામુંડાનાં દર્શન કરવા આશરે 635 જેટલા પગથિયાં ચઢવા પડે છે,કહેવાય છે ગુજરમાં સૌથી ઊંચી ભૂમિ ચોટીલાની ગણવામાં આવે છે.


માઁ ચામુંડા માતાનો ડુંગર હજારો વર્ષ જુનો ઉલ્લેખ થાનપુરા નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવીભાગવત અનુસાર હજાઓ વર્ષ પહેલા અહી ચંડ અને મુંડ 2 રાક્ષસનો બહુ ત્રાસ હતો,ત્યારે ઋષિ મુનિઓએ હવન કરી આધ્યાશક્તિમાઁની પ્રાથના કરી ત્યારે હવનકુંડમાંથી માઁ તેજ સ્વરૂપે પ્રગટ થયા તે જ શક્તિએ ચંડ અને મુંડ 2 રાક્ષસનો સહર કરેલ ત્યારથી જ અ દિવ્ય શક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓડખાયેલ માઁ એ અનેક પરચાઓ પૂરેલા છે તેવી લોકવાઈકાથી આજે પણ સાક્ષાત તેના ભજનનો તપ અને ભક્તિથી માઁ ચામુંડાની પૂજા કરે છે.


માઁ ચામુંડાને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓડખવામાં આવે છે, માઁ ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબી માં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેને ચંડી ચામુંડા કહેવામાં આવે છે નેમની ઓડક મોટી આંખો તથા લાલ અને લીલી ચુંદડી અને ગળામાં ફૂલોના હારથી થઈ સકે છે. અને માઁ સિંહ પર અસવાર છે, કહેવાય છે કે બોવ વર્ષો પહેલા ડુંગર પર મંદિરની જગ્યા પર નાનો ઓરડો અને ડુંગર ચઢવા માટે પગથિયાં પણ નાં હતા, ત્યારે પણ માઁ નાં દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ આવતા હતા અને અત્યારે પણ માઁ પર અતૂટ શ્રદ્ધાથી લોકો પગપાળા માઁનાં ધામમાં આવે છે.



હવે વાત કરીએ નવરાત્રીની તો વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહા,ચૈત્ર તથા આસો નવરાત્રી છે અને ખાસ કરીને આસોની નવરાત્રીમાં તો તળેટી ડુંગર અને હાઇવે પણ મિનિ કુંભમેળો હોય તેવા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો થી દિવાળી સુધી વયોવૃદ્ધ પણ માઁ પર શ્રદ્ધા અને આસ્થા સાથે ડુંગર ચઢી માઁનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આ ચોટીલા મંદિરની ઘણી રહસ્યમી વાતો જોડાયેલી છે. ત્યારે લોકો આજે પણ જાણીને આશ્ચર્ય થઈ જાય છે એ રહસ્ય કોઈ જાણી શક્યું નથી, આ ચોટીલા ડુંગર એક પણ દિવસ ભક્તો વગર ખાલી રહેતું નથી પરંતુ સાંજની આરતી પછી અ ડુંગર સૂમસામ ભાસે છે, શું આનું કારણ કે એ ડુંગર પર પૂજારી પણ રહે શકતા નથી અને કોઇ અચૂક રહી જાય તો એની સાથે શું શું થાઈ છે એટલા માટે આજે પણ ભક્તો કહે છે કે માઁ આજે પણ સાક્ષાત છે. કહેવાય છે કે આજે પણ ડુંગર પર માતાજીની મૂર્તિ સિવાય કોઈ ત્યાં હોતું નથી, કહેવાય છે કે આજે પણ કાળભૈરવ મંદિરની બહાર રોજ ચોંકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે. એવું માનવમાં આવે છે કે ડુંગર પર સિંહ રાતના સમયે હરતો ફરતો રહે છે. જ્યારે નવરાત્રી દરમિયાન જ માતાજીએ પૂજારી સહિત 5 લોકોને જ રહેવાની મંજૂરી આપી છે.




Next Story