Connect Gujarat
ધર્મ દર્શન 

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીનો પહેલો દિવસ “માઁ શૈલપુત્રી”ને અર્પણ, વાંચો રોચક કથા...

માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : નવરાત્રીનો પહેલો દિવસ “માઁ શૈલપુત્રી”ને અર્પણ, વાંચો રોચક કથા...
X

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. હિન્દુ કેલેન્ડર મુજબ, નવરાત્રી વર્ષમાં 4 વખત આવે છે. જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી વિશેષ માનવામાં આવે છે. આ સાથે, નવરાત્રી મહા અને અષાઢ મહિનામાં આવે છે, જે ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. શારદીયા અને ચૈત્ર નવરાત્રિ દરમિયાન, ઋષિમુનિઓ અને સંતો સાથે ગૃહસ્થો દેવી દુર્ગાની પૂજા સાથે ઉપવાસ કરે છે, જ્યારે ગુપ્ત નવરાત્રીમાં દુર્ગાની 10 નાની કન્યાઓની પૂજા કરવામાં આવે છે.

નવદુર્ગા સનાતન ધર્મમાં ભગવતી માતા દુર્ગા જેને આદિશક્તિ જગતજનની જગદંબા પણ કહેવાય છે, માઁ ભગવતીના 9 મુખ્ય સ્વરૂપો કે જેની વિશેષ પુજા, સાધના નવરાત્રી દરમિયાન વિશેષ રૂપથી કરવામાં આવે છે, આ નવ દુર્ગા દેવીને પાપ વિનાશની કહેવામા આવે છે, નવે નવ દુર્ગાની સવારી અલગ અલગ છે, અત્ર,શસ્ત્ર ધારણ કરનારી માઁ ભગવતી એક જ છે પરંતુ સ્વરૂપો અલગ અલગ છે.

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।

तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकम् ।।

पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।

सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।

नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।

उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना ।।

માઁ ભગવતીના નવ સ્વરૂપો અને નવ દિવસ જેને નવદુર્ગા કહેવામા આવે છે, આસો મહિનાની નવરાત્રી કાઇક વિશેષ હોય છે, ભક્તો સાધના અને આરાધના અને ગરબા લઈને ભક્તો માતાજીની ભક્તિ કરતાં હોય છે, નવ દિવસ નાની બાળાઓ દ્વારા પણ ભક્તિ કરવામાં આવે છે, નવરાત્રીનો પ્રથમ દિવસ એટ્લે ઘટ સ્થાપના કરી વિશેષ પુજા કરવામાં આવે છે. નવરાત્રીનો પહેલો દિવસ માઁ શૈલપુત્રીને અર્પણ, માઁ દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીના નામે ઓળખાય છે, આ છે નવદુર્ગા માથી પ્રથમ દુર્ગા, પર્વતરાજા હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે પ્રગટ થનાર માતા શૈલપુત્રી તરીકે ઓળખાયા,નવરાત્રીના પહેલા દિવશે માઁ શૈલપુત્રીની પુજા અર્ચના કરવામાં આવે છે માતા શૈલપુત્રીનું વાહન વૃષભ છે, એટ્લે આ દેવીને વૃષરુધા તરીકે પણ ઓળખવામાં આવે છે.માં દેવીના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુસોભિત છે, આ સતીના નામથી પણ ઓળખાય છે.

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्‌।

वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्‌ ॥

એક વાર જ્યારે માતા સતીના પિતા પ્રજાપતિ દક્ષે હવન કર્યો તો એમાં બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ તેના જમાઈ એટ્લે કે ભગવાન શંકરને જ આમંત્રણ ના આપ્યું, પરંતુ માતા સતી હવનમાં જવા માટે વ્યાકુળ હતા, ત્યારે ભગવાન શંકરે જણાવ્યુ કે બધાને આમંત્રણ છે મને નથી માટે ત્યાં જવું યોગ્ય નથી, પરંતુ માતા સતીને ત્યાં જવું હતું, માતા સતીના પ્રબળ આગ્રહથી ભગવાન પ્રભુને અનુમતિ આપી, પરંતુ જ્યારે માતા તેમના ઘરે ગયા ત્યારે તેમની માતાએ જ તેમણે સ્નેહથી આવકાર્યા, જ્યારે બહેનોમાં પણ કટાક્ષ અને ઉપહાસના ભાવ હતા, ભગવાન શંકર પ્રત્યે તિરસ્કારનો ભાવ હતો અને પ્રજાપતિ દક્ષે પણ અપમાનજનક વચનો કહ્યા, ત્યારે માતા સતીને હાનિ પહોંચી ત્યારે માતા સતી પોતાના પતિનું આવું આપમાન ના જોઈ શકયા ત્યારે તેમણે હવનમાં કૂદી અને એને પોતાને ભસ્મ કરી નાખ્યા આ ભયંકર દુ:ખથી વ્યતિત થઈને ભગવાન શંકરે તાંડવ કરીને તે યજ્ઞનો નાશ કર્યો. માતા સતીનો જન્મ પછીના જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તે શૈલપુત્રી કહેવાયા. શૈલપુત્રીએ પણ ભગવાન શંકર સાથે ફરીથી લગ્ન કર્યા. માતા શૈલપુત્રી ભગવાન શંકરના અર્ધાંગિની એનું, મહત્વ અને શક્તિ અનંત છે. માતા સતીના અન્ય નામ, સતી, પાર્વતી, વૃષરુધા, હેમવતી અને ભવાની પણ આ દેવીઓના અન્ય નામ છે.

Next Story