Connect Gujarat
ધર્મ દર્શન 

અક્ષય કુમારે અબુ ધાબીમાં BAPS મંદિરના નિર્માણ સ્થળની કરી મુલાકાત, સંતોના લીધા આશીર્વાદ

આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે. અક્ષય કુમારનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કર્યું હતું.

અક્ષય કુમારે અબુ ધાબીમાં BAPS મંદિરના નિર્માણ સ્થળની કરી મુલાકાત, સંતોના લીધા આશીર્વાદ
X

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS સ્વામીનારાયણ મંદિરે પહોંચ્યા હતા. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને ઉદ્યોગપતિ જીતેન દોશી સાથે અબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS મંદિરના સ્થળની મુલાકાત લીધી હતી. આ મંદિરની કલ્પના 1997માં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિ માટેની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે. અક્ષય કુમારનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કર્યું હતું. અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મુખ્ય સ્વયંસેવકો સાથે જોડાયા હતા.

અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે મંદિરના નિર્માણમાં ઈંટ મૂકવા માટે પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. અહીં તેઓ 40 હજારથી વધુ લોકો સાથે જોડાયા જેમણે પહેલેથી જ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે તેમની ઇંટો મૂકી દીધી છે. સ્વામી બ્રહ્મવિહારીદાસે અલગ અલગ દેવતાઓના સાત શિખરો નીચેની જટિલ કોતરણીનું અનાવરણ કર્યું તે જોઈને અક્ષય કુમાર આશ્ચર્ય પામ્યા હતા. અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળે સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓના જૂથને મળવાનું નક્કી કર્યું. તેમને શ્રમિકો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી. આ સુંદર પ્રોજેક્ટને જીવંત બનાવવા માટે તેમના અથાક પ્રયત્નો બદલ તેમનો આભાર માન્યો હતો.

Next Story