New Update
અંકલેશ્વરના નવી દીવી ગામ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના નવી દીવી ગામ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલું છે.અંબાજી માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી. સાથે જ મહાઆરતી અને ત્યારબાદ ભંડારો સહિત ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.