Connect Gujarat
ધર્મ દર્શન 

અયોધ્યા : ભગવાન રામની નગરીના 32 ઘાટ દિપકોની રોશનીથી ઝળહળશે, તડામાર તૈયારીઓ

ડ્રોન કેમેરાની મદદથી દીવાઓની ગણતરી કરવામાં આવશે. હાલ તો અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.

અયોધ્યા : ભગવાન રામની નગરીના 32 ઘાટ દિપકોની રોશનીથી ઝળહળશે, તડામાર તૈયારીઓ
X

ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આજે કાળીચૌદશના દિવસે અનોખો વિશ્વવિક્રમ સ્થપાવા માટે જઇ રહયો છે. અયોધ્યાના તમામ 32 ઘાટો સુર્યાસ્ત થતાંની સાથે હજારો દીપકોની રોશનીથી ઝળહળી ઉઠશે......

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ દીપાવલી પર્વની પણ અનોખી રીતે ઉજવણી થવા જઇ રહી છે. આજે કાળી ચૌદશના દિવસે સાંજે 32 ઘાટ પર કરાયેલા દીવાઓની રોશની ખરેખર જોવાલાયક હશે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે 12 હજાર સ્વયંસેવકો કાર્યરત છે. દીવાડાઓથી રામાયણકાળના પ્રસંગને કડારવામાં આવશે. રામની પૈડી પર દીવાઓ મુકવાની કામગીરી ડૉ.રામમનોહર લોહીયા અવધ વિશ્વ વિદ્યાલયને સોંપવામાં આવી છે. કુલપતિ પ્રો.રવિશંકર સિંહના ગાઈડન્સમાં વિશ્વવિદ્યાલય પ્રશાસને 32 ઘાટ પર લગભગ 200 કોઓર્ડિનેટર, 32 સુપરવાઈઝર અને 32 ઈન્ચાર્જની નિમણૂક કરી છે. વિશ્વવિદ્યાલય પરિસરમાં ઘણા વિભાગ, મહાવિદ્યાલય, સ્વયંસેવી સંસ્થાઓ અને ઈન્ટર કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વોલન્ટિયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ વિશ્વ વિક્રમની તો રેકોર્ડ માટે દરેક દીવો ઓછામાં ઓછો 5 મિનિટ એકસરખો પ્રગટવો જોઈએ. ડ્રોન કેમેરાની મદદથી દીવાઓની ગણતરી કરવામાં આવશે. હાલ તો અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.

Next Story