New Update
-
ભરૂચમાં મહાશિવરાત્રીના પર્વ ઉજવણી
-
ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
-
શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી
-
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિવજીનું પૂજન
-
હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા
ભગવાન ભોળા શંભુની આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ભરૂચમાં ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શિવાલયોમાં શિવજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.પાવન સલીલા માં નર્મદાના કિનારે કંકર એટલા શંકરએ કહેવત પ્રચલિત છે ત્યારે ભરૂચમાં ભક્તોની અનન્ય આસ્થાના પ્રતીક સમાન ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મહાદેવની પ્રહર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોળા શંભુને વિવિધ નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યા હતા તો મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા
આ તરફ ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર અને નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા પણ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમૂહ અભિષેકાત્મક લઘુદ્ર તેમજ શિવપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પાઠશાળાના ઋષિકુમારોએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે રુદ્ર અવતાર ભગવાન શિવની આરાધના કરી હતી.આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના આગેવાનો તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જુના ભરૂચમાં આવેલા નવાડેરા સ્થિત ભૃગુરુષી મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ શિવજીને દૂધ, જળ,બીલીપત્ર અને કાળા તલ અર્પણ કર્યા હતા.તો આ પ્રસંગે શિવજીની વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ દેવાલયોમાં દેવાધિદેવ મહાદેવને ઘીના કમળ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
Latest Stories