ગરીબી રેખા નીચે જીવતી બહેનોની વ્હારે આવી સંસ્થા
ONGC સાહિત્ય ફાઉન્ડેશન દ્વારા સીવણ ક્લાસનું આયોજન
તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ-એપરલ વિતરણ
ગરીબી રેખા નીચે જીવન વ્યતિત કરતી ભરૂચની મૈસુરિયા-ભાટિયા સમાજની બહેનોના ઉત્થાન માટે ONGC સાહિત્ય ફાઉન્ડેશન દ્વારા સીવણ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થી બહેનોને કીટનું વિતરણ કરાયું હતું. સમાજની વિધવા બહેનોને સ્વરોજગાર દ્વારા સ્વાવલંબી બનાવવા સીવણ ક્લાસનું આયોજન ONGC સાહિત્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોને સિલાઈ મશીન કીટ તથા એપરલ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે એચઆર એજ્યુક્યુટિવ રૂપાશંકર મહાનતા, ચેરમેન જીતેન્દ્ર લાલવાણી, સંસ્થાના સેક્રેટરી સુરેશ પટેલ, વિષ્ણુ ભાટિયા, અનિલ નિગમ, દિનેશ પુરોહિત સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા