Connect Gujarat
ધર્મ દર્શન 

આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત: પિતૃઓની તૃપ્તિ માટે સારા દિવસ

આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત: પિતૃઓની તૃપ્તિ માટે સારા દિવસ
X

આજથી 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. ધર્મગ્રંથોમાં યાત્રાર્થે શ્રાદ્ધ એટલે તીર્થ સ્થાનમાં જઈને શ્રાદ્ધના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કોરોના મહામારીને કારણે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે.

આ વખતે મહામારીને કારણે અનેક લોકોના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન સાથે થઈ શક્યા નથી. આવા લોકોને આત્માની શાંતિ માટે ગ્રંથોમાં થોડા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને ઘરે જ કરી શકાય છે.

શ્રાદ્ધમાં તર્પણ, પિંડ દાન અને બ્રાહ્મણ ભોજન, આ ત્રણ ખાસ હોય છે. પૂજા પાઠ ની બધી જ જરૂરી સામગ્રી સિવાય તર્પણ માટે સાફ વાસણ, જવ, તલ, ચોખા, કુશા ઘાસ, દૂધ અને પાણીની જરૂરિયાત હોય છે.

પિંડદાન માટે તર્પણમાં બનાવવામાં આવતી વસ્તુઓ સાથે જ ચોખા અને અડદનો લોટ પણ જરૂરી હોય છે. ત્યાં જ બ્રાહ્મણ ભોજન માટે લસણ-ડુંગળી અને ઓછા તેલમાં સાત્ત્વિક ભોજન બનાવવું જોઈએ, જેમાં હવિષ્ય અન્ન એટલે ચોખા હોવા જોઈએ, એટલે શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવામાં આવે છે.

Next Story