Connect Gujarat
ધર્મ દર્શન 

51 શક્તિપીઠો પૈકી પ્રથમ સ્થાન ધરાવતું “કિરીટ શક્તિપીઠ”, વાંચો માતાજીના મસ્તકનો મુગટ ક્યાં પડ્યો..!

51 શક્તિપીઠો પૈકી પ્રથમ સ્થાન ધરાવતું “કિરીટ શક્તિપીઠ”, વાંચો માતાજીના મસ્તકનો મુગટ ક્યાં પડ્યો..!
X

ભારતીય ઇતિહાસ અનુસાર શક્તિપીઠનું વધારે મહત્વ બતાવ્યુ છે, આ શક્તિપીઠની ઉત્પતિ કઈ રીતે થઈ અને કેટલું મહત્વ સમગ્ર ભારતભરમાં રહેલું છે, માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા ભકતો સાથે જોડાયેલી છે, લોકો તેની મનોકામના પૂર્ણ કરવા માતાના દરબારમાં જતાં હોય છે. માતાજીની મહાન નવરાત્રી એટ્લે કે, શારદીય નવરાત્રી ચાલી રહી છે, ત્યારે માઈભક્તો માતાજીની આરાધનામાં લીન બન્યા છે.

માઁ આધ્યાશક્તિ તેના અનેક સ્વરૂપો સાથે બિરાજમાન છે, ત્યારે સમગ્ર ભારતભરમાં 51 શક્તિપીઠો આવેલી છે, એમાં સૌથી પહેલી કિરીટ શક્તિપીઠ આવેલી છે, કહેવાય છે કિરીટ શક્તિપીઠ 51 શક્તિપીઠોમાંનું એક છે, હિન્દુધર્મના પુરાણો અનુસાર જ્યાં જ્યાં માતા સતીના અંગના ટુકડા ધારણ કરેલા વસ્ત્ર કે આભૂષણ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું, આ અત્યંત પાવન તીર્થસ્થળ મનાય છે, આ તીર્થ પૂરા ભારત મહાદ્વીપ પર ફેલાયેલા છે.


દેવીપુરાણમાં 51 શક્તિપીઠનું વર્ણન કરવામાં આવ્યું છે, આ તીર્થ સ્થાન પશ્ચિમ બંગાળના મૂર્છિદાબાદ જિલ્લાના કિરીટ કોટ ગામ પાસે આવેલું છે, આ સ્થાન પર માતાજીનો મુગટ પડ્યો હતો મૂર્છિદાબાદ કોલકતાથી 239 કિમી દૂર આવેલું છે.


તો ચાલો જાણીએ 51 શક્તિપીઠોમાનું પહેલા શક્તિપીઠ વિષે, કહેવાય છે કે, આ સ્થાન મુકુટ માટે જાણીતું છે, આ સ્થાન પર માતાજીનું મસ્તક પરનો મુગટ પડ્યો છે. અહી શક્તિ વિમલા અથવા ભુવનેશ્વરી દેવીની સાથે ભૈરવ સાથે સનમર્થ છે. શક્તિનો મતલબ અહી માતાજીનું એ સ્વરૂપ છે, જેની પુજા કરવામાં આવે છે, અને ભૈરવનો મતલબ મહાદેવજીનો એ અવતાર જે માતાના આ સ્વરૂપની સાથે છે, આ શક્તિનું બહુ જાગૃત કેન્દ્ર છે, માતાજીને અહી ભુવનેશ્વરીમાતાજી કહેવામાં આવે છે, અહી શ્રદ્ધાળુઓની બધી મનોકામના પૂરી થાય છે.



કિવાંધતી અનુસાર માતા સતીનું હવનમાં એના પ્રાણની આહુતિ દીધા બાદ ભગવાન શંકરે માતાજીના પાર્થિવ શરીરને ઉપાડીને 3 લોકોમાં ભ્રમણ કરવા લાગ્યા અને તાંડવ કરવા લાગ્યા ત્યારે દેવતાઓના કહેવાથી ભગવાન વિષ્ણુએ તેનાં ચક્રથી માતાના શરીરના ટુકડા કર્યા ત્યારે માતાજીના માથાનો મુગટ આ સ્થાન પર પડ્યો હતો, જ્યાં તે પડ્યું તે સ્થળ આજે કિરીટમાતા શક્તિપીઠ જાણીતું છે, માતાનું આ તેજસ્વી અને જાગૃત સ્થળને શક્તિપીઠ તરીકે માનવમાં આવે છે. આ મંદિર માતા પવિત્ર ગંગાના કિનારે આવેલું છે.

તો ભાવિક ભક્તોએ આ માતાજીના નવલા નોરતા દરમિયાન આ શક્તિપીઠના જરૂર દર્શન કરવા જોઈએ.Fwd: 51 શક્તિપીઠો પૈકી પ્રથમ સ્થાન ધરાવતું “કિરીટ શક્તિપીઠ”, વાંચો માતાજીના મસ્તકનો મુગટ ક્યાં પડ્યો..!




Next Story