પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ

કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.

New Update
  • મહાકુંભમાં સાધુ સંતોનું સેવાકાર્ય

  • બરફાની ધામ ખાલસ ભક્તો માટે આસ્થા કેન્દ્ર

  • કનેક્ટ ગુજરાતની ટીમે ખાલસાની લીધી મુલાકાત

  • ખાલસા દ્વારા ભાગવત સપ્તાહનું પણ કરાયું આયોજન

  • ભક્તોને મળે છે અન્ન પ્રસાદ સાથે આરોગ્યની સેવા

Advertisment

 ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સાધુ સંતો દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવાયજ્ઞ ધખાવવામાં આવી રહ્યો છે,ત્યારે બરફની ધામ ખાલસા અન્નથી લઈને આરોગ્ય સુધીની સેવાની ધૂણી ધખાવીને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે.કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા આ ખાલસાની પણ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. 

ઉત્તર પ્રદેશમાં તીર્થરાજ પ્રયાગરાજમાં કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આ અવસર નિમિત્તે દેશ વિદેશમાંથી આવતા ભક્તો માટે સાધુ સંત સમાજ દ્વારા પણ સેવાયજ્ઞની ધૂણી ધખાવવામાં આવી છે.ત્યારે મહાકુંભમાં બરફાની ધામ ખાલસા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે,આ ખાલસામાં આવતા ભક્તોને અન્ન સહિત આરોગ્ય માટેની સેવા મળી રહી છે.સાથે સાથે ભાગવત સપ્તાહનો પણ લ્હાવો ભક્તો લઇ રહ્યા છે. 

બરફાની ધામ ખાલસાના ગોવિંદ મહારાજ દ્વારા કનેક્ટ ગુજરાતના સંવાદદાતા યોગેશ પારિક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજની યુવાપેઢી સનાતન ધર્મને આગળ વધારી રહી છે,ધર્મની રક્ષાકાજે હવે શાસ્ત્રની જેટલી જરૂર છે એટલી જ શસ્ત્રની પણ જરૂર હોવા પર ભાર મૂક્યો હતો,વધુમાં બરફાની ધામ ખાલસામાં આવતા ભક્તોને અન્ન પ્રસાદ સહિત આરોગ્ય માટે દવાઓ પણ મળી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Latest Stories