Connect Gujarat
ધર્મ દર્શન 

શ્રાદ્ધપક્ષ: શા માટે કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ ! ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલી છે કથા

શ્રાદ્ધપક્ષ: શા માટે કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ ! ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલી છે કથા
X

પિતૃપક્ષની શરૂઆત થઈ છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયે કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાને ભોગ આપ્યા વિના શ્રાદ્ધ પૂરું થતું નથી. પિતૃઓના સ્વરૂપ રૂપે તેમને માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃઓને તર્પણ આપતી સમયે જો મુંડેર પર કાગડા બેસે તો તે અશુભ માનવામાં આવે છે.

જો કાગડા શ્રાદ્ધનું ભોજન લે તો તેને શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પરિવારને તેમના આર્શીવાદ મળે છે. પિતૃઓના આર્શીવાદથી પરિવાર સમૃદ્ધ બને છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે હોય છે. કાગડા સાથે જોડાયેલી કથા ત્રેતાયુગની કહેવાઈ રહી છે.

માન્યતા છે કે આ વખતે ઈંદ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું અને માતા સીતાના પગને ઘાયલ કર્યા. આ જોઈ શ્રીરામે તિનકાની મદદથી બ્રહ્માસ્ત્ર ચલાવીને કાગડાની આંખ ફોડી. આ પછી જયંતને ભૂલનો અહેસાસ થયો અને તે માફી માંગવા લાગ્યો. આ પછી શ્રીરામે તેને શ્રમા આપી.

આ સાથે કહ્યું કે આજથી તને પિતૃઓનું ભોજન મળશે. ત્યારથી કાગડાને પિતૃઓનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સમયે જો કાગડો તમારા ભોગમાંથી ભોજન લઈ લે છે તો તેને પિતૃઓના આર્શીવાદ માનવામાં આવે છે.

Next Story